Home> Entertainment
Advertisement
Prev
Next

Corona ની ઝપેટમાં બોલીવુડ, રણબીર બાદ હવે આલિયા ભટ્ટને પણ થયો કોરોના

કોરોનાના વધતા આંકડા ફરી એકવાર ડરાવવા લાગ્યા છે. રોજ કોરોનાના ઢગલો કેસ સામે આવી રહ્યા છે. બોલીવુડની પણ અનેક હસ્તીઓ કોરોનાની ઝપેટમાં આવી છે.

Corona ની ઝપેટમાં બોલીવુડ, રણબીર બાદ હવે આલિયા ભટ્ટને પણ થયો કોરોના

નવી દિલ્હી: કોરોનાના વધતા આંકડા ફરી એકવાર ડરાવવા લાગ્યા છે. રોજ કોરોનાના ઢગલો કેસ સામે આવી રહ્યા છે. બોલીવુડની પણ અનેક હસ્તીઓ કોરોનાની ઝપેટમાં આવી છે. કાર્તિક આર્યન, રણબીર કપૂર, મનોજ બાજપેયી, આમિર ખાન, તારા સુતરિયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત થઈ ગઈ. આ વાતની જાણકારી ખુદ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી. 

fallbacks

ઘર પર ક્વોરન્ટિન છે આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે હેલો હું કોરોના સંક્રમિત થઈ છું. હું ઘર પર જ છું અને મે પોતાની જાતને ક્વોરન્ટિન કરી છે.  ડોક્ટરોના નિર્દેશ પર તમામ કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરી રહી છું. તમારા બધાના પ્રેમ અને સપોર્ટ માટે આભાર. તમારા બધાનો ખ્યાલ રાખો. 

fallbacks

રણબીર કપૂર પણ થઈ ચૂક્યો છે કોરોના સંક્રમિત
અત્રે જણાવવાનું કે આલિયા ભટ્ટ અગાઉ તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યો છે. રણબીર 9 માર્ચના રોજ કોવિડથી સંક્રમિત થયો હતો. ત્યારબાદ તે ક્વોરન્ટિન હતો. જો કે રણબીરનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે અને તે કામ પર પાછો ફર્યો છે. 

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને મળશે 51મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ

Shah Rukh Khan ને એક યૂઝરે પૂછ્યું, 'સર તમારા અન્ડરવેરનો કલર શું?' જાણો શું મળ્યો જવાબ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More